
ગુજરાતમાં તહેવારોને ધ્યાનમાં લઇને લોકોને મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા હાલ રાજ્યમાં તહેવારોની મોસમ ચાલી રહી છે.
અમદાવાદ એસટી નિગમે આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવાની જાહેરાત કરી છે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત તતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે.
માર્ચમાં બંધ કરાઈ હતી બસ સેવા
લોકડાઉન પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો દ્વારા ન ફેલાય તેની કાળજી રાખીને મહારાષ્ટ્ર તરફ જતી એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી કોઈ બસ મહારાષ્ટ્ર નહીં જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.