રાષ્ટ્રીય

કોરોના મહામારીમાં મોદી સરકારે 5 મહિનામાં ખેડૂતોને અપાઈ આટલા કરોડની આર્થિક સહાય..

લોકડાઉનના સમય દરમિયાન કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે પીએમ-કિસાન યોજના અંતર્ગત ખેડુતોના ખાતામાં 38,282 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે.

આ ઉપરાંત સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, કોવિડ -19 ની મહામારીના સમયમાં મે અને જૂનમાં આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત 2.67 કરોડ મજૂરને મફત રાશન આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર કે રાજ્યનું રેશનકાર્ડ ન હોય તેવા પરિવારોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ અને કુટુંબ દીઠ એક કિલો દાળ આપવામાં આવી હતી.

દેશભરમાં લોકડાઉન લાગુ કર્યા બાદ લોકોને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પીએમ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે સામાન્ય લોકોની સાથે સાથે મોદી સરકારે જગતના તાતને પણ કરોડો રૂપિયાની આર્થિત સહાય આપી હતી.

આ માહિતી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પીએમ-કિસાન યોજના હેઠળ દેશભરના 14 કરોડ ખેડુતોને એક વર્ષમાં ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 3 =

Back to top button
Close