ગુજરાત

કોરોના વિષયક કામગીરીની સમીક્ષા કરતા ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા…

પંચમહાલ જિલ્લામાં કોરોના વિષયક કામગીરીની સમીક્ષા કરતા ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા 
પાર્ટિસિપેટરી કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમની પહેલને  ઉદાહરણીય ગણાવી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો    

 પૂજ્ય બાપુની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે પંચમહાલની મુલાકાતે આવેલ ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જિલ્લામાં થઈ રહેલી કોરોના વિષયક કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન-નિર્દેશો આપ્યા હતા. ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ કલેક્ટરશ્રી પાસેથી જિલ્લામાં કોરોનાના કુલ કેસ, સક્રિય કેસ, મૃત્યુ આંક, ડિસ્ચાર્જ રેટ, પોઝિટીવીટી રેટ, પ્રતિદિન ટેસ્ટિંગ, ટેસ્ટિંગ સ્ટ્રેટેજી, ટેસ્ટીંગ સેન્ટર્સ, આઈસોલેશન પોલિસી, કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોસ્પિટલાઈઝેશન પિરીયડ, ધન્વન્તરી રથોની કામગીરી સહિતની સૂક્ષ્મ વિગતો મેળવી હતી. સામાન્ય જનજીવનને મોટાપાયે પ્રભાવિત કર્યા વગર સઘન કોન્ટેક્ટ ટ્રેસિંગ, કન્ટેઈમેન્ટ વિસ્તારોમાં કોવિડ માર્ગદર્શિકાના ચુસ્ત પાલન અને સંક્રમણની શક્યતા ધરાવતા વિસ્તારોમાં અસરકારક અને આક્રમક ટેસ્ટિંગની મદદથી જિલ્લામાં કોવિડ સંક્રમણને નિયંત્રણ હેઠળ રાખવા અંગે મંત્રીશ્રીએ પ્રભાવી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સપ્લાઈ ધરાવતા બેડ, વેન્ટીલેટર્સ, હોસ્પિટલની ક્ષમતામાં કરાયેલ વિસ્તરણ અંગેની માહિતી મેળવતા સંક્રમિત દર્દીઓની ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ બાબત સૂચના આપી હતી. સંક્રમણ થવાના કિસ્સામાં વધુ જોખમ છે તેવા વ્યક્તિઓના શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિની કેન્દ્રીયકૃત માહિતી રાખતા અને કોવિડ કેર અંગે માર્ગદર્શન સાથે ફોલોઅપ લેતા રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવા પાર્ટિસીપેટરી કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમ-પોર્ટલની અત્યાર સુધીની કામગીરી વિશે રસપૂર્વક માહિતી મેળવતા તેને જિલ્લાના વ્યસ્ક અને કો-મોર્બિડ લોકો માટે કોવિડથી જોખમને ઘટાડવામાં અસરકારક ગણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીસીએમએસ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી ૯૬ કરતા વધુ કોલ્સ કરવામાં આવ્યા છે. કોલ્સના આધારે મળતી માહિતીનું એનાલિસીસ કરી સંક્રમિત હોવાની શક્યતા ચકાસી ૬૩૩ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી ૮૪ વ્યક્તિઓ સંક્રમિત મળી આવી છે.

આ વ્યક્તિઓ કો-મોર્બિડ હોવાથી સંક્રમિત હોવાની જાણ વેળાસર થતા તેમના જીવને જોખમ થવાની શક્યતા પ્રભાવી સારવારના પગલે નિવારી શકાઈ હતી. લોકો બચાવ અંગેની માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરે, ટેસ્ટિંગ માટે લોકો નિર્ભય બની આગળ આવે, કો-મોર્બિડ લોકો પર વિશેષ ધ્યાન અપાય તેમજ કન્ટેઈમેન્ટ વિસ્તારોમાં આર્યુવેદિક ઉકાળા-હોમિયોપેથિક દવાઓનું નિયમિત વિતરણ સહિતની બાબતો સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.  મંત્રીશ્રીએ જિલ્લામાં કોરોના વિષયક અસરકારક કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરતા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + 2 =

Back to top button
Close