ગુજરાતટ્રેડિંગદેવભૂમિ દ્વારકા

ગુજરાત ના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી કરોડો ના ખનીજ ચોરી થઈ રહ્યી છે, પણ ચોપડે ખાલી લાખો ની જ નોંધણી થઈ..

Gujarat24news:દેવભૂમિ દ્વારકા આમ તો આખો જીલ્લો જ્યાંથી ખનીજ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે તે અને તેમાંપણ કલ્યાણપુર તાલુકો ખાસ કરીને બોકસાઇટ સાથે ખનીજ ચોરી માટે છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત બની રહ્યો છે. આ વિસ્તારમાં અગાઉ અનેક વખત મોટાપાયે ખનીજચોરી પ્રકાશમાં આવી છે. એવામાં જાણકારો તો ત્યાં સુધી કહે છે કે અહી વર્ષે દહાડે કરોડોની ખનીજચોરી થઈ જાય છે તેની સામે ખાણખનીજ વિભાગ સહિતનું તંત્ર માત્ર કહેવાતી કેટલીક ખનીજચોરી જેમાં રીક્વેસ્ટ રેઇડ જેવું કરીને સંતોષ માની લે છે, બાકી તંત્ર ધારે તો અહી રાજ્યની સૌથી મોટી ખનીજચોરીના રેકેટનો પર્દાફાશા થઇ શકે તેમ છે.. પણ ધારે તો..! આ
વિસ્તાર માટે એવું પણ કહેવાય છે કે કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો પણ આ ખનીજચોરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ખુબ રસ લે છે, માટે જ મેદાન મોકળું છે અને ‘સૌનો સાથ સૌનો વિકાસ” છે. તેવું ચર્ચાય છે.

Mevasa | Bauxite | Minerals & Mines | Gujarat Mineral Development Corporation

તાજેતરમાં જ કલ્યાણપુર તાલુકાના મેવાસા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ને ચોક્કસ બાતમીના આધારે એક ખાનગી કંપનીના સર્વે નંબરની લીઝવાળી જગ્યામાં બોકસાઇટનો મોટો જથ્થો હોવાથી સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળેદ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામના સ્ટોક યાર્ડમાંકોઈપણ રોયલ્ટી, પાસ કે ખનીજ વિભાગની મંજૂરી વગર બોકસાઇટની હેરાફેરી
થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાંથી ટ્રક નંબર જી.જે. 37 ટી. 9324માં લઈ જવાતા બોકસાઇટ સાથેના ટ્રકને અટકાવી ટ્રકના ચાલક કાનજી પરબત ખાણધર (ઉ.વ.24, રહે. જામ ગઢકા, તા. કલ્યાણપુર વારા) પાસે આ અંગે કોઇ આધાર પુરાવો મળી
આવ્યો ન હતો.

આટલું જ નહીં, આ કાર્યવાહી દરમ્યાન અન્ય ખાલી પડેલા ટ્રક નંબર G.J. 10 X. 8800 તથા G.]. 10 X. 5300 નંબરના જેસીબી મશીન પણ આ સ્થળે મળી આવતા ટ્રક માલિક હાર્દિક ભીમશીભાઈ ગાધેરના જણાવાયા મુજબ જેસીબી મારફતે ગેરકાયદે રીતે બોકસાઇડ ભરી અને રાણ ગામની સીમમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝના સ્ટોક યાર્ડમાં ફેરો કરવામાં આવ્યો હતો.
આથી એલ.સી.બી. પોલીસે તાકીદે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર એચ.જી. પ્રજાપતિ તથા સર્વેયર આર.બી.ગરસાણીયા તથા સ્ટાફને બોલાવી, સ્થળ તપાસણી કરાવતા આશરે રૂપિયા 35 લાખની કિંમતના ત્રણ હજાર મેટ્રિક ટન બોકસાઇટનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન રૂપિયા દસ લાખની કિંમતનો 9324
નંબરનો ટ્રક તથા તેમાં રહેલો રૂપિયા 90 હજારની કિંમતનો 18 મેટ્રિક ટન બોકસાઇટ, રૂપિયા પાંચ લાખની કિંમતનો 8800 નંબરનો દસ વ્હીલ વાળો અન્ય એક ટ્રક તથા રૂ, 14 લાખની કિંમતનું 5300 નંબરનું જે.સી.બી. મળી કુલ રૂ. 29 લાખના વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close