MI vs KXIP: પંજાબે મુંબઈને બીજી સુપર ઓવરમાં હરાવ્યું..

IPL માં રવિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. આજે રમાયેલી બંન્ને મેચ ટાઈ રહી. બીજી મેચમાં તો પ્રથમ સુવર પણ ટાઈ રહી અને બીજી સુપર ઓવરમાં પંજાબે વિજય મેળવ્યો છે.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. તો પંજાબની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી. પંજાબની ટીમ માત્ર 8 રન બનાવી શકતા મેચ ટાઈ થઈ હતી. પંજાબે પણ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. આ સીઝનમાં ચોથી મેચ ટાઈ થઈ છે. તો આઈપીએલના ઈતિહાસમાં એક જ દિવસમાં બે મેચ ટાઈ થવાની આ પ્રથમ ઘટના છે. પ્રથમ સુપર ઓવરમાં બંન્ને ટીમ પાંચ-પાંચ રન બનાવી શકી હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 11 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં પંજાબે ચાર બોલમાં 15 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં એક જ મેચમાં બે સુપર ઓવર રમવાની ઘટના બની છે. કિંગ્સના શમી અને મુંબઈના બુમરાહએ શાનદાર બોલિંગ કરી લોકોનું દિલ જીતી લીધું. આ પહેલાં, બીજી સુપર ઓવરમાં મુંબઈની બેટિંગ દરમિયાન મયંકે બાઉન્ડ્રી પર આશ્ચર્યજનક રીતે સિક્સ રોકીને 4 રન બચાવ્યા હતા.
રાહુલની વધુ એક અડધી સદી
આ સીઝનમાં શાનદાર ફોર્મ દ્વારા ઓરેન્જ કેપ પોતાની પાસે રાખનાર કેએલ રાહુલે ફરી ધમાકેદાર પ્રદર્શન કરતા 77 રનની ઈનિંગ રમી હતી. રાહુલે 51 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને જસપ્રીત બુમરાહે બોલ્ડ કર્યો હતો.
