
મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે અબુધાબીમાં રમાયેલી IPL 2020ની 32મી મેચમાં ટૉસ જીતીને પહેલી બેટિંગ માટે ઉતરેલી કલકત્તાની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુંકસાન પર 148 રન બનાવ્યા અને મુંબઈને 149 રનનો લક્ષ્ય આપ્યો.
ટોસ જીતીને બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. 149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને ટીમને રોહિત શર્મા અને કવિન્ટન ડી કોકે સારી શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે 94 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ વચ્ચે 87 રનની ભાગીદારી
61 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ જતાં ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ કોલકાતાની ઈનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. પેટ કમિન્સે 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે મોર્ગને 29 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. બન્ને બેટ્સમેન નોટ આઉટ થયા હતા.

કવિન્ટન ડી કોકના 75 રન, ઈનિંગની શરૂઆતથી જ કવિન્ટન ડી કોકે તોફાની બેટિંગ કરી હતી. 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.