
મુંબઈએ દિલ્હીને 57 રનોથી પરાજય આપ્યો છે. 201 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 20 ઓવરમાં 143/8 રન જ બનાવી શકી. આ સાથે જ મુંબઈએ 5માં ખિતાબ તરફ ડગ માંડ્યા છે. જ્યારે દિલ્હી પાસે 8 નવેમ્બરે ક્વોલિફાયર-2 માં જીત મેળવીને ફાઈનલમાં પહોંચી શકવાની એક તક છે. જ્યાં તેનો સામનો એલિમિનેટર SRH vs RCB માં જીતનારી ટીમ સાથે થશે.
પંડ્યાનું તોફાન:

હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને 23 બોલમાં 60 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 14 બોલમાં 5 છગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો.
બોલ્ટ, બુમરાહ સામે દિલ્હી ફેલ

મુંબઈએ આપેલા 201 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમે શૂન્ય રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં પૃથ્વી શો અને રહાણાને શૂન્ય રન પર આઉટ કર્યા હતા. ત્યારબાદ બીજી ઓવરમાં બુમરાહે શિખર ધવનને શૂન્ય રને આઉટ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. ઈનિંગની ચોથી ઓવરમાં બુમરાહ ફરી ત્રાટક્યો અને શ્રેયસ અય્યર (12)ને આઉટ કરી દિલ્હીને ચોથો ઝટકો આપ્યો હતો.
બુમરાહની પાસે પર્પલ કેસ
બુમરાહે ફરી એકવાર દમદાર બોલિંગ કરી હતી. મુંબઈની સીઝનમાં સતત સારૂ પ્રદર્શન કરી રહી છે તેમાં જસપ્રીત બુમરાહનો ફાળો ખુબ મોટો રહ્યો છે. બુમરાહે આજે મહત્વની મેચમાં 4 ઓવરમાં 14 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહની આઈપીએલ-2020મા કુલ 27 વિકેટ થઈ ગઈ છે. તેના નામે પર્પલ કેપ છે.