ડૉક્ટરો ને ગરબા ખેલૈયા ના ફેસબુક પર ધમકી ભર્યા મેસેજ..

સોશિયલ મીડિયામાં ડોકટરો વિરૂધ્ધ કોમેન્ટો..
ડોક્ટરોએ રાજ્ય સરકારને ભલામણ કરી હતી, પરિણામે સરકારે આ વર્ષે નવરાત્રી પર રોક લગાવી દીધી હતી જેથી લોકો હવે ડોક્ટરો પર ભડ્કયાં છે.સોશિયલ મિડિયામાં લોકો ડોક્ટરો વિરૂધૃધ કોમેન્ટો કરીને રોષ ઠાલવી રહ્યાં છે. કેટલાંક ડોક્ટરોને તો ફેસબુક પર દવાખાનાની બહાર દેખાવો કરવાની ધમકી મળી છે.સોશિયલ મિડિયામા ડોક્ટરોથી માંડીને સરકાર વિરૂધૃધ કોમેન્ટ કરીને લોકો રોષ ઠાલવી રહ્યાં છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ડોકટરોને ચિમકી આપનારાં સામે પગલાં લેવા માંગ કરી છે. ગુજરાતમાં કોરોનાથી એક લાખથી વધુ લોકો સંકમિત થયા છે. કોરોનાએ અત્યાર સુધીમાં 3500 લોકોનો ભોગ લીધો છે. કેટલાંક ડોકટરો ય કોરોનાથી મોતને ભેટયાં છે.રાજકીય કે ધાર્મિક મેળાવડાં યોજવા એ જોખમી બની શકે છે ત્યારે કોઇનો વિરોધ કરવાનો હેતુ નથી.

નવરાત્રીને કારણે કલાકારોથી માંડી અન્ય વ્યવસાયકારોને આિર્થક નુકશાન પહોંચ્યુ છે ત્યારે સરકારે ખાસ પેકેજ પણ આપવુ જોઇએ.