દેવભૂમિ દ્વારકા
જામખંભાળિયામાં 1 મહિનામાં લગભગ 388 જેટલા વાહનચાલકોના મેમો ફાટ્યા.

જેમાં ચાલુ વાહને ફોનમાં વાત કરનારા 112 અને ત્રિપલ સવારીમાં નીકળેલા 167 ફેન્સી નંબર પ્લેટ લગાવેલ 109 વાહનચાલકો સહિત લગભગ 388 વાહનચાલકોને મેમો મોકલાયો છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં VISWAS પ્રોજેક્ટ અંતર્ગત મહત્વના 86 સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જે કેમેરાનું ખંભાળિયા પોલીસ ભવન ખાતેથી મોનિટરીંગ થાય છે.એક મહિનામાં એટલે કે ઓગષ્ટ મહિનામાં કુલ 388 જેટલા વાહનચાલકોને જુદા જુદા કારણોસર ઇ-ચલણ મેમો આપવામાં આવ્યો છે.

ખંભાળિયામાં VISWAS પ્રોજેક્ટ અંતર્ગત મહત્વના કુલ 86 સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેમાં શહેરના નગર નાકા,જોધપુર ગેટ,ચાર રસ્તા,ખંભાળિયા એન્ટ્રી ગેટ,પોરબંદર રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે. જે કેમેરાનું સીધુ જ જિલ્લા પોલીસ ભયન ખાતેથી મોનિટરીંગ થાય છે.