મીડિયાએ પીંખી નાખી છે રીયા ચક્રવર્તીને- સુશાંતના મૃત્યુ કેસમાં નહીં પરંતુ ડ્રગ્સ લેવાના કારણે રીયા ગઈ છે જેલમાં

*મીડિયામાં હરણફાળ રેસ લાગી છે કે સૌથી પહેલા રીયા વિશે કોણ ખબર લઈ આવે
*સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયાને મીડિયા અને બીજા લોકોએ પહેલેથી જ આરોપી સાબિત કરી દીધી છે.
NCBની ટીમે રિયાની ત્રણ દિવસ સતત પૂછપરછ કરી. ત્યારબાદ તેને અરેસ્ટ કરવામાં આવી. ડ્રગ્સ કેસમાં આ 10મા વ્યક્તિની ધરપકડ છે. સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા પછી મંગળવારે કોર્ટે રિયાને 14 દિવસ સુધી જેલમાં મોકલવામાં આવી છે.
ગઈકાલે કાનૂની કાર્યવાહીમાં મોડું થતાં રિયાને જેલમાં મોકલવામાં નહતી આવી. જેલના નિયમો મુજબ સૂર્યાસ્ત પછી નવા કેદીઓને જેલમાં લેવામાં આવતા નથી. એટલા માટે જ રિયાની રાત એનસીબી લોકઅપમાં જ નીકળી હતી. આજે રિયાને સવારે ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી છે.

અગાઉ આ બાબતે રિયાના ભાઈ શોવિક, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, હાઉસ સ્ટાફ દીપેશ સાવંત, ડ્રગ પેડલર અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા અને કૈઝીન ઇબ્રાહિમ સહીત 9 લોકો અરેસ્ટ થયા છે.રિયા પર ડ્રગ્સ લેવાના, સુશાંતને ડ્રગ્સ આપવાના ઘણા ગંભીર આરોપ લાગ્યા છે.

આ બધા વચ્ચે મીડિયામાં હરણફાળ રેસ લાગી છે કે સૌથી પહેલા રીયા વિશે કહી ખબર કોણ પહેલા બનાવીને લોકો સુધી પંહોચાડે. સવારે ઊઠીને કયા કપડાં પહેરી રીયા કી ગાડીમાં કયા પંહોચી અને બહાર આવતા એ દોડીને ગાડમાં બેઠી કએ લોકો સામે હાથ હલાવીને ગાડીમાં બેઠી એવી નાની નાની બાબતોને મોટી બનાવીને લોકો સુધી પંહોચાડે છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયાને મીડિયા અને બીજા લોકોએ પહેલેથી જ આરોપી સાબિત કરી દીધી છે. રિયા ચક્રવર્તીએ અધિકારીઓ સામે પોતાની જમાનત અરજીમાં કહ્યું છે કે 80 ટકા બોલિવૂડ કલાકારો ડ્રગનું સેવન કરે છે. જોકે, રિયાએ તેના સ્ટેટમેન્ટમાં એવું માન્યું છે કે તે ડ્રગ્સ લેતી ન હતી. હાલ રિયાને રિયાને 14 દિવસ સુધી જેલમાં મોકલી છે.