
MBBS વેરિફિકેશન માટે રૃબરૃ આવવુ પડયુંઃબે ઈન્ટર્ન ડોક્ટરનું અકસ્માતે મોત
ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા MBBS બાદ પ્રેક્ટિસ માટે અપાતા પ્રોવિઝનલ રજિસ્ટ્રેેશન નંબર માટે એમબીબીએસના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ આવવુ પડતુ હોય છે ત્યારે વેરિફિકેશન માટે ઓનલાઈન સર્વિસના અભાવે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કોવિડ ડયુટી કરતા ઈન્ટર્ન ડોક્ટરોને અમદાવાદ રૂબરૂ આવવુ પડયુ હતુ. અમદાવાદથી પરત જતા સમયે બરોડા એક્સપ્રેસ હાઈવે પર તેઓની કારને અકસ્માત નડયો હતો અને જેના પગલે બે ઈન્ટર્ન ડોક્ટરોનું મોત થયુ છે.
ઈન્ટર્ન ડોક્ટર શ્રેયાને અનેક પ્રયત્નો અને પ્રયાસો બાદ તેમજ કાઉન્સિલ મેમ્બરની ભલામણ બાદ બરોડાની એક હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર આપવામા આવી હતી.જેથી તેઓ માંડ માંડ બચી શક્યા હતા.
આ પણ વાંચો..
રેલવે 10 દિવસમાં 640 ટન ઓક્સિજન વહન કરે છે, ઓક્સિજન એક્સપ્રેસ આજે સવારે..
મહત્વનું છે કે કોરોના કાળમાં વેરિફિકેશન જેવી પ્રક્રિયા પણ જો ઓનલાઈન ન થતી હોય તો તે ખરેખર શરમજનક કહેવાય અને એમબીબીએસ વિદ્યાર્થીઓને રૃબરૃ આવવુ પડતા બે ઈન્ટર્ન ડોક્ટર મોતને ભેટયા છે.જો ઓનલાઈન સર્વિસ હોત તો વિદ્યાર્થીઓને દૂર દૂરથી રૃબરૃ આવવુ ન પડે અને આ બે ઈન્ટર્ન ડોક્ટરોના જીવ પણ બચ્યા હોત.
સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓ હાલ ઈન્ટર્નશિપમાં સ્મિમેર હોસ્પિટલમા જ ઈન્ટર્ન ડોક્ટર તરીકે કોવિડ ડયુટી કરી રહ્યા છે અને તેઓમાંથી ૧૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબરના વેરિફિકેશન માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે અન્ય બે ઈન્ટર્ન ડોક્ટર જૈવિક બલર અને શ્રેયાને ગંભીર ઈજા થતા ઈમરજન્સી સારવાર માટે ચારથી પાંચ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા પરંતુ નોન કોવિડ સેવા ચાલુ ન હતી કોઈએ દાખલ કર્યા ન હતા.દરમિયાન આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચતા સારવાર પહેલા જ ઈન્ટર્ન ડોક્ટર જૈવિકનું મોત થયુ હતું. જ્યારે