દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસનું ટોકન દરે વિતરણ કરાયું..

હાલ કોરોના સંક્રમિત રોગચાળાએ હાહાકાર મચાવેલ છે. જેથી દ્વારકાની સેવાભાવી સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખુ આયોજન હાથ ધરવામાં આવેલ. કોરોના મહામારીથી બચવા મેડીકલ તથા આયુર્વેદિક અભ્યાસ મુજબ ગરમ પાણીની વરાળ (નાશ) લેવી ખુબ હિતાવહ છે.જેનુ મશીન લગભગ 350 રૂપિયાની કિંમત થાય છે. પરંતુ ખંભાળીયા જલારામ મંદિરના સહયોગથી ફક્ત 70 રૂપિયાના ટોકન દરે લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે દ્વારકાના શ્રેષ્ઠીઓ ,દ્વારકા નગર પાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી,લોહાણા સમાજના પ્રમુખ રસીકભાઇ દાવડા ,ઇશ્ર્વરભાઇ ઝાખરીયા હાજર રહ્યા હતા. અને લોકોએ લાભ લીધો હતો.