રાજકારણરાષ્ટ્રીય

‘ઘણા લોકોને બસ બોલતા જ આવડે છે, કોરોનાકાળમાં ઘણા મહત્વના કામ કર્યા છે’- બોલ્યા નીતિશ કુમાર

કોરોનાના કેસમાં જેવી રીતે વધારો થઈ રહ્યો છે એમ બિહારના વિધાનસભાની ચૂંટણીમાં ગરમાગર્મી વધતી રહે છે. આજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિશ્ચય સંવાદના નામે વર્ચુંઅલ રેલીને સંબોધિત કરી રહ્યા છે. નીતિશ કુમારે તેના સંબોધનમાં જણાવ્યું કએ ડિજિટલ યુગમાં પાર્ટી jdulive.comની શરૂઆત કરી છે.

નીતિશ કુમારે તેના ભાષણની શરૂઆતમાં કોરોના ઉપર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોની ચર્ચા કરી. લોકડાઉનથી લઈને અનલોકની પ્રક્રિયામાં જે જે નિયમો બનાવવામાં આવ્યા છે અને તેના ઉપર કામગીરી થઈ રહી છે એ બધી વાતો નીતિશ કુમારે જણાવી. એમને વિપક્ષના દરેક સવાલોનો જવાબ આપતા કહ્યું કે થોડા લોકો ખરાબ બોલતા રહે છે. પણ અમે શરૂઆતી સમયથી જ કોરોના કોરોનાની જાંચ વધારી હતી અને હવે અમે બિહારમાં એક દિવસની અંદર ૧ લાખ ૫૦ હજારથી પણ વધુ જાંચ કરી રહ્યા છીએ.

નીતિશ કુમારે જણાવ્યું કએ કોરોનાના દર્દીઓ માટે બેડ, ઑક્સીજનની પૂરતી સુવિધા છે અને જેટલી સુવિધા છે તેનો પૂરી રીતે હજુ વપરાશ પણ થઈ રહ્યો નથી. નીતિશ કુમારે વધારામાં જણાવ્યું કે કોરોનાથી મૃત્યુ પામતા દરેક દર્દીઓના પરિવારને ૪ લાખ રૂપિયાની મદદ પણ આપી રહ્યા છીએ.

ડૉક્ટરસનો ઉત્સાહ જળવાઈ રહે તેના માટે દર મહિને તેમને વધુ વેતન આપી રહ્યા છીએ.સાથે જ લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની પૂરતી મદદ પણ કરી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close