દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના મહત્ત્વના સ્થળ પર CCTV મૂકવા ફરજિયાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુન્હાખોરી પ્રવૃતિ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કર્યા છે.જિલ્લામાં પેટ્રોલપંપ,ટોલ,તમામ બેંકો,એટીએમ સેન્ટર,આંગળીયા પેઢીઓ તેમજ ચાંદીના શોરૂમ અને હોટલ રેસ્ટરન્ટ અને ગેસ્ટહાઉસમાં સીસીટીવી લગાવવા ફરજિયાત કર્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી થશે તેમ કલેકટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેમજ 15 દિવસનું રેકોર્ડીંગ રાખવા પણ સુચના આપી છે. પોલીસ અધિકારી તપાસ હેતુ માટે રેકોર્ડીંગની માંગણી કરે તો તેને સોંપવાના રહેશે.