ગુજરાત

બનાસકાંઠા ના લાખણીમાં ચૂંટણીકાર્ડમાં ચેડાં કરી બિનઅધિકૃત ચુંટણીકાર્ડ કાઢનાર યુવક ઝડપાયો

લાખણી :- લાખણી ખાતે આવેલ સી.એસ.સી સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી સેન્ટરના સંચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લાખણી ખાતે આવેલ નેશનલ સી.એસ.સી સેન્ટર ઉપરથી લાખણીના એક શિક્ષકને ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઈ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઊભી થતાં લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળતા સી.એસ.સી સેન્ટર ધરાવતા યુવક પાસે જઈ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ નકલ આપેલ હતી. જે ચૂંટણીકાર્ડ પ્રાથમિક રીતે બનાવટી હોવાનું જણાતા દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી નેશનલ સી.એસ.સી. સેન્ટર ના સંચાલકની દુકાન ખોલાવી કોમ્પ્યુટરના સી.પી.યુ. લઈ સંચાલક પાસે કોમ્પ્યુટર ચાલુ કરાવી ચકાસણી કરતાં તેના કોમ્પ્યુટરમાં sk prints.xyzPORTAL સોફ્ટવેરમાં ચુંટણી કાર્ડની વિગતો માં સુધારા વધારા કરેલ જણાતાં અને તેના દ્વારા અરજદારને નકલો આપતા હોવાનું જણાતાં ભારતના ચૂંટણી પંચના મતદાર તરીકે માન્ય પુરાવા એવા એપીક કાર્ડ જેવા દેખાતા બનાવટી એપીક કાર્ડ બિનઅધિકૃત રીતે કાઢવા તેમજ મતદાર નોંધણી અધિકારીની બનાવટી ડિજિટલ સહીવાળા દસ્તાવેજ ઉભા કરતાં દિયોદર નાયબ કલેક્ટર મહેન્દ્ર ભાઈ દેસાઇએ નેશનલ સી.એસ.સી. સેન્ટરના સંચાલક અમૃતભાઈ વસાભાઇ માજીરાણા (રહે. લાખણી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ધંધા માટે સંચાલકે મેળવેલું ઓનલાઇન સોફ્ટવેર મોંઘું પડયું.  લાખણીના નેશનલ સી.એસ.સી. સંચાલકને કોઈ અજાણ્યા સુનિલકુમાર નામના ઇસમ ફેસબુક પર મિત્રતા કરી સરકાર માન્ય આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કાઢવા માટે રૂ. 2000/- માં sk prints.xyz PORTAL સોફ્ટવેર આપ્યું હતું. ત્યારબાદ મોબાઈલ નં. 8078693669 દ્વારા વોટ્સ એપ કોલથી વાત કરી વોટ્સ એપ દ્વારા જ સોફ્ટવેર, યૂઝરનેમ અને પાસવર્ડ આપ્યો હતો. જે સોફ્ટવેર માં ચૂંટણી કાર્ડ બનાવવા જતાં યુવક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થતાં ફક્ત રૂ. 2000/- માં મેળવેલ સોફ્ટવેર મોંઘું પડયું હતું. ચૂંટણી કાર્ડની પ્રિન્ટ ખરાઇ કરાવતાં ભાંડો ફૂટ્યો — નેશનલ સી.એસ.સી. ના સંચાલકે રૂ. 2000 ખરીદેલા સોફ્ટવેરથી શિક્ષકના ચૂંટણી કાર્ડમાં સુધારો કર્યો હતો. જે સુધારા વાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઈ કરાવવા જતાં ચૂંટણી કાર્ડ માં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઈ હતી અને તંત્ર એક્શનમાં આવ્યું હતું.  This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × four =

Back to top button
Close