ગુજરાત
મકરપુરા બ્રેકિંગ: શોર્ટ સર્કિટને કારણે લાગેલી ભિષણ આગમાં રૂ. 1 કરોડના 150 ઇ-બાઈક બળીને ખાખ

શોર્ટ સર્કિટને કારણે લાગેલી ભિષણ આગમાં રૂ. 1 કરોડના 150 ઇ-બાઈક બળીને ખાખ..
વડોદરા શહેરના મકરપુરા જી આઈ ડી સી માં શેડ નંબર 910 પર સ્થિત ઇલેક્ટ્રોનિક બાઇક બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં લગભગ 150 ઇ બાઇક આગમાં ભરાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો સતત પ્રવાહ કરી આગને કાબૂમાં લીધી હતી.

મકરપુરા જી આઇ ડી સી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક્સ બાઇક બનાવતી વર્ડ વિઝાર્ડ નામની કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી. મકરપુરા જીઆઇડીસીમાં શેડ નંબર 910 પર કંપની અને ગોડાઉન આવેલી છે.