ન્યુઝ

પેસેન્જર પ્લેનના પાયલોટની તબિયત બગડી, નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ….

Gujarat24news: એક બાંગ્લાદેશી એરલાઈન ‘બિમાન બાંગ્લાદેશ’ શુક્રવારે ઢાકા થી મસ્કત જઈ રહી હતી. જોકે, હાર્ટ એટેકને કારણે પાયલોટે નાગપુરમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. માહિતી મુજબ, વિમાન રાયપુર નજીક હતું જ્યારે પાયલોટની તબિયત બગડી અને કોલકાતા એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) નો ઇમરજન્સી લેન્ડિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો.

કોલકાતા એટીસીએ વિમાનને તેની નજીકના એરપોર્ટ પર ઉતરવાની સલાહ આપી હતી, જે નાગપુર એરપોર્ટ હતું. ફ્લાઇટ ટ્રેકિંગ એપ Flightradar24 મુજબ વિમાન બોઇંગ 737-8 હતું. જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવાઈ મુસાફરીની મંજૂરી આપ્યા બાદ, વિમાન બાંગ્લાદેશ એરલાઈન્સે તાજેતરમાં જ ભારત સાથે ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + sixteen =

Back to top button
Close