જુવો કંગનાની આવી સુરક્ષા હશે, 2 કમાન્ડો સહિત 9 જવાનો તૈનાત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી કંગના અને શિવસેના નેતાઓની વચ્ચે જુબાની જંગ ખત્મ થવાનું નામ લઇ રહ્યું નથી. સંજય રાઉત અને કંગનામાં આરપારની વચ્ચે અભિનેત્રી નવ સપ્ટેમ્બરના રોજ મુંબઇ પહોંચી રહી છે. શિવસેના કાર્યકર્તાઓ દ્વારા થયેલા કેટલાંક પ્રદર્શનોની વચ્ચે હવે કંગનાને કેન્દ્ર સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા અપાઇ છે. એટલે કે હવે કંગના જ્યારે મુંબઇ એરપોર્ટ પર ઉતરશે તો તેની સાથે સુરક્ષાકર્મી હાજર હશે.
કંહના રનતોને Y કેટેગરીની સુરક્ષા મળી છે, જાણો તેના અંતર્ગત શું હોય છે?
ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવતી Y કેટેગરીની સુરક્ષામાં એ વીઆઈપી આપે છે જેના અંતર્ગત 11 સુરક્ષાકર્મી મળે છે. તેમાં 1 કે 2 કમાન્ડો અને 2 પીએસઓ પણ સમેલ હોય છે. ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે લગભગ 11થી વધુ લોકોને Y કેટેગરીની સુરક્ષા આપી હતી. જેમાં યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા સામેલ હતા. એટલે કે હવે કંગનાની સાથે 1 કે 2 કમાન્ડો, 2 PSO અને અન્ય પોલીસકર્મી હશે. કુલ જવાનોની સંખ્યા 11 હશે.
આપને જણાવી દઇએ કે દેશમાં અલગ-અલગ સ્તર પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા આપવામાં આવે છે. તેમાં નેતાઓથી લઇ અન્ય વીઆઈપી, જેના પર કોઇપણ પ્રકારનો કોઇ ખતરો રહે છે તેમને થ્રેટના હિસાબથી સુરક્ષા અપાય છે. તેમાં X, Y, Z, Z+ લેવલની સુરક્ષાઓ હોય છે.