રાષ્ટ્રીય

લોકસભામાં પાસ થયું કૃષિ કાયદા વાપસી બિલ 2021, જાણો શું થયુ?

કૃષિ કાયદાને પાછા લેવા માટે PM મોદીના નિર્ણય બાદ આજે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પોતાના કાયદા વાપસી કરાવવા માટે સંસદમાં ઉપસ્થિત થયા. વિપક્ષી પાર્ટીઓએ નારેબાજી વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદા વાપસી બિલ 2021 રજૂ કર્યુ કે જે પાસ પણ થઈ ગયુ. કૃષિ મંત્રીએ જેવુ બોલવાનુ શરૂ કર્યુ કે સંસદમાં વિપક્ષી સાંસદો હોબાળો કરવા લાગ્યા.

લોકસભામાં આજે 12 વાગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર જ્યારે કૃષિ કાયદા વાપસી બિલ 2021 રજૂ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોના સાંસદોએ સરકારને કોસી. વિપક્ષી સાંસદોની નારેબાજી વચ્ચે પણ કૃષિ મંત્રી પોતાનુ બિલ રજૂ કરતા દેખાયા. થોડી વારમાં જ તે બિલ પાસ થઈ ગયુ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ કે કૃષિ કાયદા વાપસી બિલ 2021 આજે બપોરે 2 વાગે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ તરફ એક વિપક્ષી નેતાએ કહ્યુ કે સરકારે જવાબ આપવો પડશે. સરકાર આવો કાયદો કેમ લઈને આવી.

સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, તેમની સરકાર દરેકના સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. અમે ખુલ્લી ચર્ચા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યુ કે સંસદમાં સવાલ થવા જોઈએ પરંતુ શાંતિ પણ રહેવી જોઈએ. આ સંસદનુ એક મહત્વપૂર્ણ સત્ર છે કે જે દેશના દરેક નાગરિકના ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે માટે અમે ઈચ્છીએ છીએ કે સંસદનુ સત્ર સુચારુ રીતે ચાલે. અમે ઈચ્છીએ છીએ કે રચનાત્મક અને સકારાત્મક ચર્ચા થાય. આપણે સંસદની કાર્યવાહીનુ ધ્યાન રાખીને મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 3 =

Back to top button
Close