
કોરોનાની નવી લહેરથી દિલ્હીમાં બગડતી સ્થિતિને જોતા આજે ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મીટિંગ થઇ. આ મીટિંગમાં કેટલાંય ઉચ્ચસ્તરીય અધિકારી પણ સામલે રહ્યા.
દિલ્હીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે.દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે.
દિલ્હીમાં કોરોના ખુબ કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 25462 જેટલા નવા કેસ નોંધાયા. જ્યારે 161 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં 8 લાખ 53 હજાર 460 લોકો કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 12121 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમણની ઝડપને જોતાં કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે દિલ્હીની તમામ ખાનગી હૉસ્પિટલ અને નર્સિંગ હોમ જે કોવિડનો ઉપચાર ઉપલબ્ધ કરાવી રહી છે, તેમાં 80 ટકા પથારી કોવિડ દર્દીઓ માટે અનામત કરી દેવામાં આવે. આ ઉપરાંત સરકારે દર્દીઓની સારવાર માટે ઓક્સીજનના સપ્લાય વધારવાની માંગ કરી હતી. રાજધાનીમાં જે ઝડપથી કોરોનાના દર્દી સામે આવી રહ્યા છે, તેને જોતાં ઓક્સિજન સપ્લાય વધારવો જોઈતો હતો. પરંતુ દિલ્હીમાં ઓક્સીજનનો સપ્લાય ઘટાડવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. આજ રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(6 દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ 50 લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે.