સ્થાનિક ચૂંટણીઓ 3 મહિના મોકૂફ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ મહિના બાદ તમામ પરિસ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે.કોર્પોરેશનમાં આવતી સ્કૂલના શિક્ષકો કોરોના વખતથી સતત સરવે, હેલ્પ ડેસ્ક અને અનાજ વિતરણ જેવી કામગીરી કરી રહ્યા છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની મૂદ્દત પૂર્ણ થતાં આ ચૂંટણીઓ નવેમ્બર 2020માં યોજાવાની હતી. ત્યારે હવે કોરોનાના કારણે આ ચૂંટણીઓ મોકુફ રાખવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચે જાહેરાત કરતા આગામી ત્રણ મહિના સુધી આ ચૂંટણીઓને મુલતવી રાખવામાં આવી છે. હાલ જે રીતની પરિસ્થિતી છે તે જોતા આ ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે.
ગુજરાતમાં સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી શકાય તેમ નથી ત્યારે ચૂંટણી કેવી રીતે કરવી તે રાજ્ય સરકારની મૂંઝવણ છે. રાજ્યમાં છ મહાનગરો, 52 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે તેથી રાજ્યના 80 ટકા મતદારોને મત આપવા માટે બહાર કાઢવા પડે તેમ છે. આરોગ્યના અસરકારક પગલાં લેવાય તો પણ તમામ મતદારોને પહોંચી શકાય તેવું નથી.
સરકાર જો સ્થાનિક ચૂંટણી યોજવાની અનિચ્છા દર્શાવે તો તમામ સ્થાનિક સંસ્થાઓમાં વહીવટદાર મૂકવાના થશે. એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ અધિકારીઓનું શાસન આવશે. કોંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે નવેમ્બર કે ડિસેમ્બરમાં સ્થાનિક ચૂંટણી યોજાય તો બહુ મોટી સંખ્યામાં મતદારો કોરોનાનો શિકાર બની શકે તેમ છે. એ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં પણ કોરોના સંક્રમણ વધી શકે છે. આ સંજોગોમાં અમે ચૂંટણી યોજવાની તરફેણ કરતા નથી.