LG ના પ્રિમિયમ 5G સ્માર્ટફોન (મિડ-રેંજ) આ મહિને ભારતમાં લોન્ચ થઇ શકે છે.

LG સ્માર્ટ ફોનમાં 6.8 ઇંચની ફૂલ-એચડી (1080-2460 પિક્સલ) જેમાં ફિંગર પ્રિંટ રીડર છે. ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 765 એસઓસી દ્વારા સંચાલિત અને 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે છે, જેને માઇક્રો એસ ડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે. ગિઝ્મોચાઇનાના અનુસાર સ્માર્ટફોન 4 ઓક્ટોબરના રોજ આંતરિક LG કર્મચારીઓ માટે ઓફિશિયલ થઇ શકે છે. અને કંપની જલદી જ આ મહિનાના અંત સુધી એક સાર્વજનિક લોન્ચ આયોજિત કરી શકે છે.

LG વેલવેટ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથ આવે છે, જેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર અને પોટ્રેટ શોટ્સ માટે 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનું સેન્સર છે. ડિવાઇસમાં 4300 એમએએચની બેટૅરી છે અને આ ફાસ્ટ વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેનું માપ 167.2 મિમીX74.1 મિમીx7.9 અને વજન 180 ગ્રામ છે.