
મહારાષ્ટ્ર સરકાર અને બૉલીવુડ એક્ટ્રેસ કંગના વચ્ચે વાદ વિવાદો વધતાં જાય છે. શિવસેના નિયંત્રિત બીએમસી એ કંગનાના ઓફિસમાં ઘણી તોડફોડ કરી હતી. એ પછી જ કંગના અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે વચ્ચે ઘર્ષણ ઘણું જ વધી ગયું છે. એક કંગનાને કાબૂ કરવા માટે મહારાષ્ટ્રની આખી સરકાર લાગી પડી છે પણ આજની સૌથી મોટી પરેશાની કોરોના ઉપર રોક લગાવી શકતી નથી.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડીયાથી દરરોજ 20 હજારની ઉપરના નવા કોરોના પોજીટીવ કેસ સામે આવે છે. આખા મહારાષ્ટ્રમાં કુલ કોરોના પોજીટીવ દર્દીઓનો આંકડો 10 લાખથી પણ વધી ગયો છે.

આ પરિસ્થિતી જોઈને પૂર્વ સીએમ એ જણાવ્યુ કે જેટલી ક્ષમતા કંગનાને રોકવા ઉપર લગાવે છે જો એનાથી અડધી પણ કોરોનાના સંક્રમણને અટકાવવામાં લગાવી હોત તો દરરોજ આટલા લોકો મરી ન રહ્યા હોત. મહારાષ્ટ્રની સરકારે એ ન ભૂલવું જોઈએ કે તેની લડાઈ કંગના સાથે નથી પરંતુ કોરોના સાથે છે.