
છેલ્લા ઘણા સમયથી સુરત ગુનાખોરીનું ઘર બન્યું છે. દુષ્કર્મથી માંડી મોટા મોટા ગુનાઓ બેફામ બન્યા છે. આટઆટલી ઘટનાઓ બનતા પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ તમામ આરોપીને ગુનાઓ માટે ખૂલું મેદાન મળ્યું છે, જેમ દિવસેને દિવસે કોરોના વધી રહ્યો છે, એવી જ રીતે ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ એવી જ એક ઘટના સુરત શહેરમાં સર્જાણી છે. આ ઘટના સામે આવતા લોકોમાં અફરાતફરી મચી હતી, ઘટના એ પ્રકારે કે, એક સુરતનો નરાધમ યુવતીને તેની ઓફિસે લાલચ આપીને બોલાવતો હતો અને અંદર સટર બંધ કરી યુવતીને મોટી મોટી ગીફ્ટ આપવાના વદાડ કરી તેની સાથે મજા માણતો હતો.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, એક સ્ત્રી એક “મહિલા ગ્રુપ” સાથે જોડાયેલી છે. આ ગ્રુપનું નામ “સ્વાભિમાન પબ્લિક પાર્ટી” છે. વિડીયો દ્વારા જાણવા મળ્યું છે કે, આ યુવતીની ઉંમર 20 વર્ષની છે. આ યુવતીને બે-ત્રણ વર્ષની એક બાળકી પણ છે. આ યુવતી સાથે છેડતીનો આરોપી ચેટિંગ કરતો હતો. બે ત્રણ દિવસ સુધી સતત ચેટ કરતા રહ્યા હતા. 9 તારીખ ના રોજ તે યુવતી નો જન્મદિવસ હતો. મળતી વિગતો અનુસાર, આ છેડતીના આરોપી યુવકનું નામ ચંદ્રકાંત છે.
થોડા દિવસ પછી “સ્વાભિમાન પબ્લિક પાર્ટી” ગ્રુપની મહિલાએ આ યુવતીને પૂછ્યું કે, કેમ તું ઉદાસ લાગી રહી છે. ત્યારે પીડિત યુવતી જણાવે છે કે, પેલો વ્યક્તિ (ચંદ્રકાંત) મારી સાથે ખરાબ ખરાબ વાતો કરે છે,મને તેની પાસે મળવા બોલાવે છે. આવી વાત જણાવતા ફોનમાં વાત કરી રહેલી મહિલાએ ચંદ્રકાંતને રંગેહાથ પકડવા તેને ચેટીંગ ચાલુ રાખવા કહ્યું હતું. જયારે આ યુવતીનો જન્મદિન હતો, તે દિવસે મહિલા તે વ્યક્તિ પાસે ગઈ હતી, યુવતીને ચંદ્રકાંત નામના વ્યક્તિએ કહ્યું હતું કે, તું એવા કપડા પહેરીને આવજે કે, “જલ્દી પહેરી લેવાય અને જલ્દી ઉતરી પણ જાય”. ચંદ્રકાંતની આ વાત સાંભળી યુવતી ડરી ગઈ હતી, પરંતુ ગ્રુપની મહિલાએ હિંમત આપી તેને તેની પાસે મોકલી હતી.

આ યુવતી જયારે ચંદ્રકાંત નામના વ્યક્તિ પાસે પહોચે છે, ત્યારે આ યુવતી જેવી અંદર જાય છે કે તરત જ ચંદ્રકાંત નામનો યુવક દુકાનનું સટર બંધ કરે છે, અને દસ મિનીટ પછી આ ગ્રુપની બધી મહિલાઓ દુકાનનું સટર ખોલે છે અને ચંદ્રકાંત નામના યુવકને રંગેહાથ પકડી પાડે છે.
હું તને સી આર ની સંગીતા બનાવીશ કહીને કરતો યુવતીનું શોષણ- અને મળ્યો મેથીપાક
જન્મના દિવસે ચંદ્રકાંત નામના વ્યક્તિએ યુવતી પાસેથી પાંચ ગ્રામની વીંટી માંગી હતી. આ યુવક અન્ય યુવતીઓ પાસેથી પણ મોંઘી મોંઘી ગિફ્ટો માંગી હતી. એક યુવતી પાસેથી ૧૨ લાખની કાર પણ માંગતો હતો. યુવકે યુવતીને મળવા માટે દબાણ કર્યું હતું હતું. ત્યારે આ ગ્રુપને મહિલાએ તેનો સપોર્ટ કરતાં કહ્યું હતું કે તું જા તેને મળવા અમે તારી સાથે છીએ. ત્યારબાદ આ ગ્રુપના તમામ મહિલા સભ્યો તેની સાથે ગયા હતા. જેવી યુવતી તેની ઓફિસની અંદર ગઈ ત્યારબાદ તેનું શટર બંધ કરવામાં આવ્યું હતું. અને 10 થી 15 મિનિટ બાદ આ ગ્રુપના મહિલાઓ પણ અંદર દાખલ થયા અને પેલા યુવકને મેથીપાક ચખાડ્યો હતો.