લ્યો બોલો, અનુપ જલોટાને 67 વર્ષની ઉંમરે ચડ્યું લગ્ન કરવાનું ભૂત,

દુલ્હન બની જસલીન મથારુ,
ભજન સમ્રાટ અનુપ જલોટા છેલ્લા થોડા વર્ષથી ભજન સિવાયના વિષયો પર પણ ચર્ચામાં રહે છે. 67 વર્ષની વયે તેમણે ફરી વાર એવું કાંઈક કર્યું છે જેને કારણે તેમની ચર્ચા થઈ રહી છે.અનુપ જલોટા લગ્નના વસ્ત્રોમાં છે અને માથે પાઘડી બાંધેલી છે તો તેમની સાથે છે મોડેલ અને એક્ટ્રેસ જસલીન મથારુ.તેણે માત્ર ફાયર વાળા બે ઇમોજી જ રાખ્યા છે.
આ ઉંમરે અનુપ જલોટા એકદમ ખુશ દેખાય છે. તેમણે શેરવાની પહેરી છે અને માથા પર સહેરો બાંધેલો છે. આ ફોટો જોઇને સવાલ એ થાય છે કે શું આ બંનેએ લગ્ન કરી લીધા છે. જસલીને આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જોકે તેણે આ સાથે કોઈ કેપ્શન લખી નથી. બંને ટૂંક સમયમાં એક ફિલ્મમાં કામ કરનારા છે જેનું નામ છે વો મેરી સ્ટુડન્ટ. જસલીને તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.

અનુપ જલોટાએ ત્રણ લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની સોનાલી સેઠ, બીજી પત્ની બીના ભાટિયા અને ત્રીજી પત્ની મેઘા ગુજરાલ છે.

આ ફોટોમાં અનુપ જલોટા પણ દેખાય છે. જસલીને લખ્યું છે કે આખરે કામનો પ્રારંભ.સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.