ગુજરાતટ્રેડિંગસૌરાષ્ટ્ર

સોમવારથી વિધાનસભાનું સત્ર: સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી ગાંધીનગર ખાતે મળશે પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠકોના કામકાજને બહાલી આપવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકાર પર ઘેરો ઘાલવામાં આવશે વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન 20 જેટલા વિધેયકો અને વટહકમો પસાર કરવામાં આવનાર છે. પાંચ દિવસના સત્રમાં છ બેઠક યોજાશે.

આ સિવાય રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે તે તર્જ પરજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલી શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદીલ કરવા માટેની તૈયારી શ કરવામાં આવી છે. અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એકટ-2020નો મુદો તૈયાર કરવામાં આવ્યો છે.

અંબાજીનો વિસ્તાર ટૂરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાના પરિણામે આ જગ્યા પર આવતા તમામ પ્રવાસીઓને યોગ્ય સુખ સુવિધા ઉપલબ્ધ બનશે.
વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પાંચ દિવસના કામકાજ દરમિયાન છ બેઠકો યોજવામાં આવી છે.  કોરોનાના સંક્રમણ વચ્ચે મળનારું આ સત્રના પ્રથમ દિવસે બે બેઠકો મળશે જેમાં પ્રથમ બેઠકમાં દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ગૃહના પૂર્વ સભ્યો અને કોરોનાની મહામારીમાં જાન ગુમાવનાર તમામ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવશે. બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મી સ્વૈચ્છિક સામાજિક-સંગઠનોએ કોરોના રોકવા કરેલી કામગીરીને બિરાદાવવા આ વોરિયર્સને પ્રોત્સાહિત કરવા ખાસ અઢી કલાકની ચર્ચા આપવામાં આવશે.

  • વિધાનસભામાં રજૂ થનાર વિધેયકો-વટહુકમોની યાદી

– ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક-2020
– ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબત સુધારા-વિધેયક-2020
– ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક-2020
– કોન્ટ્રાકટ મંજૂર (નિયમન અને તાલુકા) (ગુજરાત સુધારા) વિધેયક-2020
– કારખાના (ગુજરાત સુધારા) વિધેયક-2020
– ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધારા( વિધેયક-2020
– ગુજરાતને લાગુ પડતા હોય તેટલે સુધીના ઔદ્યોગિક તકરાર અધિનિયમ-1947 અને 1948માં સુધારો-2020
– ગુજરાત વિધાનસભાના સભ્યો પગાર ભથ્થા કાયદા સુધારા વિધેયક-2020
– ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2020

  • મંત્રીમંડળે પસાર કરેલા 11 વટહુકમો ગૃહમાં રજૂ કરાશે

– મંત્રીઓના પગાર ભથ્થા સુધારા વટહકમ એપ્રિલ-20
– ગુજરાત માલ-સેવા વેરા અધિનિયમ-2017નો વટહકમ
– ગુજરાત ખેત-ઉત્પ્ન બજાર અધિનિયમ-1963નો સુધારા વટહકમ
– ગુજરાત મત્સયોદ્યોગ અધિનિયમ-2003માં સુધારાનો વટહકમ
– ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947નો સુધારા વટહકમ
– કારખાના અધિનિયમ 1948 વધુ સુધારવાનો વટહકમ
– કોન્ટ્રાકટ મંજૂર નિયમન અને નાબુદી સુધારો
– ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947-1948માં સુદારો કરતો વટહકમ
– ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 સૌરાષ્ટ્ર ઘરખેડ ધારામાં સુધારો કરતો વટહકમ
– રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃતિ પર પ્રતિબંધ મુકતો વટહકમ
– ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબત અધિનિયમ 1985માં વધુ સુધારો કરતો વટહકમ ગૃહમાં રજૂ થશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + ten =

Back to top button
Close