દ્વારકા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમો યોજાયા..

દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઈન્ચાર્જ સેક્રેટરી ડી.જે.પરમારના જણાવ્યા અનુસાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના તમામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મફત કાનૂની સલાહ અને સહાયના વિવિધ માર્ગદર્શન કેમ્પો, નાલ્સાની જૂદી જૂદી સ્કિમોની સમજૂતી તથા સ્કુલના વિદ્યાર્થીઓમાં પોક્સો માર્ગદર્શન શિબીરોનું આયોજન થકી કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારકાના તમામ પેરા લિગલ વોલ્યન્ટર્સ દ્વારા જિલ્લાના અંતરીયાળ વિસ્તારોના ગામે ગામ પહોંચી ડોર ટુ ડોર કાનૂની સહાય દ્વારા લોક જાગૃતના કાર્ય અન્વયે જિલ્લાના અંદાજીત 100 ગામડાઓમાં ડોર ટુ ડોર વિઝિટ તથા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વધુમાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ મંદીર, દ્વારકા તાલુકાના નાગેશ્વર મંદીર અને દ્વારકાધીશ જગત મંદીર તેમજ ઓખા જેટી ખાતે પણ કાનૂની સહાય અંગેના વિશેષ સ્ટોલ ઉભા કરી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.