
રાજ્યમાં પોલીસ ની દાદાગીરીની બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ શુક્રવારે રાત્રે અમદાવાદ શહેરમાં અને બીજો બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે.
અમદાવાદમાં આનંદનગર ખાતે દાદાગીરીનો કિસ્સામાં ફ્રૂટના વેપારીઓ પાસેથી500 રૂપિયા માંગતા વેપારીએ આપવાનો ઇનકાર કરતાં તેને રસ્તા વચ્ચે ઢોર માર મારવામાં આવ્યો હતો. વેપારીની લારીમાંથી ફ્રૂટ પણ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યા હતા. . હજુ ત્રણ દિવસ પહેલા જ લાંચરુશ્વત વિરોધી શાખાએ અમદાવાદના ત્રણ પોલીસકર્મીઓને વેપારીઓ પાસેથી લાંચ લેતા પકડી પાડ્યા હતા.
બીજી બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે. જેતપુર નગરપાલિકાના પ્રમુખના દિયરને પોલીસે ઢોર માર માર્યો હતો. ડૉક્ટર સાથે બોલાચાલી બાદ પોલીસે યુવકને ઢોર માર માર્યો હતો. પોલીસે યુવકને પટ્ટાથી માર મારતા તે બેભાન થઈ ગયો હતો. ત્યાર પછી પોલીસ સ્ટેશન ખાતે 108 બોલાવવામાં આવી હતી અને યુવકે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.