રાષ્ટ્રીય

જાણો સંસદમાં પસાર થયેલા બીલ અને કેટલીક નોંધનીય બાબતો વિશે..

સંસદના શિયાળુ સત્રનો પહેલા દિવસ અનેક રદ્દબાદતલ સાથે શરૂ થયો હતો. વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાએ ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરતું બીલ પસાર કર્યું હતું. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત વિપક્ષના કેટલાક સાંસદોએ ચર્ચા વગર જ બીલ પસાર કરવાની ટીકા કરી હતી. જે બાદમાં આ બીલ રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવ્યું હતું.

સંસદે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા માટે બીલ પસાર કર્યું..

સંસદે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ્દ કરવા માટે ફાર્મ લોઝ રિપીલ બીલ પસાર કર્યું હતું, જેની સામે ખેડૂતો એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અગાઉના દિવસે લોકસભાએ નીચલા ગૃહમાં તેની રજૂઆતની મિનિટોમાં ફાર્મ લોઝ રિપીલ બીલ, 2021 પણ પસાર કર્યું હતું. બપોરના સમયે રાજ્યસભાની બેઠક મળતાની સાથે જ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ધ ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને TMC સભ્યોના વિરોધ વચ્ચે ગૃહે અવાજ મતથી બીલ પસાર કર્યું હતું.

સંસદની બહાર મીડિયાકર્મીઓ સાથે વાત કરતા સમયે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “અગાઉ અમે કહ્યું હતું કે, સરકારે કૃષિ કાયદા પરત ખેંચવા પડશે, અને આજે આ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, કૃષિ કાયદાઓ ચર્ચા કર્યા વગર જ રદ્દ કરવામાં આવ્યા હતા. આ સરકાર ચર્ચા કરવાથી ડરે છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કેપ્શન સાથે ટ્વિટર પર છ મહિલા સાંસદો સાથેની સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે, “કોણ કહે છે કે, લોકસભા એ કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી? ઘણા નેટીઝન્સે તેમના પર જાતિયવાદનો આરોપ મૂકતા વિવાદને વેગ આપ્યો છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + 20 =

Back to top button
Close