પંચમહાલ જીલ્લાના એલસીબી પોલીસે નાકાબંધી કરીને વિદેશી દારુનો જથ્થો પકડી પડ્યો

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઊડારા ગામ તરફ જવાના રસ્તે એલસીબી પોલીસે નાકાબંધી કરીને ટેમ્પામા ગેલ્વેનાઇઝના પીપમાં છૂપાવીને લઇ જવાતો વિદેશી દારુનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડીને કુલ ૭,૫૪,૨૦૦ લાખના મૂદામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ: એલસીબી પોલીસે ટેમ્પામાં પીપમા છૂપાવીને લઈ જવાતો વિદેશી દારુનો જથ્થો પકડી પાડ્યો. પંચમહાલ, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઊડારા ગામ તરફ જવાના રસ્તે એલસીબી પોલીસે નાકાબંધી કરીને ટેમ્પામા ગેલ્વેનાઇઝના પીપમાં છૂપાવીને લઇ જવાતો વિદેશી દારુનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડીને કુલ ૭,૫૪,૨૦૦ લાખના મૂદામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ પોલીસની એલસીબી વિભાગની ટીમને બાતમી મળી હતી. લુણાવાડા તરફથી શહેરા તરફ જતા ટેમ્પામાં પીપળાઓ ભરેલા છે.જેમા વિદેશી દારુનો જથ્થો છુપાવેલો છે.જેથી એલસીબીની ટીમે શહેરા તાલુકાના ઉંડારા તરફ જવાના રોડ પર નાકાબંધી કરીને બાતમી મૂજબનો ટેમ્પો પકડી પાડ્યો હતો.ટેમ્પાચાલકનૂ નામ પૂછતા દિપકભાઈ તાજશીંગ ભાઇ ચારેલ.રહે ભગત ફળીયુ તા સંજેલી જી દાહોદનો હોવાનુ જણાવ્યુ હતૂ,ટેમ્પામા મૂકેલા પીપળામા તપાસ કરતા વિદેશી દારુની બોટલો મળી આવી હતી,વધૂ પુછપરછમા તે બોટલો ઉપેન્દ્રભાઈ કાળૂભાઈ ભેદી રહે,ચાચકપુર તા,સીંગવડ જી દાહોદ,નાઓએ ભરી આપ્યો હતો,જે ટુવા ફાટક પાસે પહોચાડવાનૂ હોવાનુ જણાવ્યુ હતુ .એલસીબીએ દારુની બોટલો નંગ-૩૯૬૦ જેની કિમંત ૪,૦૯,૨૦૦ તથા ટેમ્પો જેની કિમંત ૩,૦૦,૦૦૦,મોબાઇલ ફોન કિમંત ૩૦૦૦,ગેલ્વેનાઇઝના પીપળા નંગ-૧૪ કિમંત૪૨,૦૦૦ એમ કુલ મળીને ૭,૫૪,૨૦૦ લાખ રુપિયાનો મૂદામાલ જપ્ત કરીને શહેરા પોલીસ મથકમા ગુનો રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર – ગણપત મકવાણા પંચમહાલ
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this