આંતરરાષ્ટ્રીયટ્રેડિંગ

ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થતાં જ અમેરિકા એલર્ટ પર, પરમાણુ યુદ્ધવાળો પ્લાન લોન્ચ

પરમાણુ હુમલાનો આદેશ આપી શકે છે આ પ્લેન: ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થયા બાદ બે પ્લેન કરી રહ્યા છે પેટ્રોલિંગ

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીના એક મહિના પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને કોરોના થયો છે. તેના કારણે અમેરિકન રક્ષા મંત્રાલયે એલર્ટ જારી કરતા દેશના બંને કિનારા પર ન્યૂક્લિયર ડૂમ્સડે પ્લાન લોન્ચ કરી દીધો છે. જ્યારે પણ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો સાર્વજનિક રીતે કોઈ સંપર્ક કરવામાં આવી શકતો નથી તેવી પરિસ્થિતિમાં આ પ્રોગ્રામ દેશની સુરક્ષા માટે લોન્ચ કરી દેવામાં આવે છે. આના દ્વારા દુશ્મનોને ચેતવણી પણ આપવામાં આવે છે કે જો તેમના તરફથી કોઈ પણ હરકત કરવાામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ પ્લાન અંતર્ગત અમેરિકાના આકાશમાં બે ઈ-6બી મર્ક્યુરી  પ્લેન સતત પેટ્રોલિંગ કરે છે. આ પ્લેન અમેરિકાના હવાઈ પરમાણુ કમાન્ડ પોસ્ટ છે. બોઈંગ 707 વિમાનના ચાર એન્જિનવાળા આ પ્લેન પોતાના હાઈટેક કોમ્યુનિકેશન ડિવાઈસિસની મદદથી યુએસ નેવીના ઓહિયો-ક્લાસ પરમાણુ બેલાસ્ટિક મિસાઈલ સબમરીનની કમાનથી સીધા સંપર્કમાં હોય છે.

યુએસ નેવી પાસે આ પ્રકારના 16 ઈ-6બી મર્ક્યુરી પ્લેન છે. તેમાંથી એક હંમેશા અમેરિકાના આકાશમાં ઉડતું રહે છે. પહેલા આવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે આ શ્રેણીના બે પ્લેન એક સાથે દેશના બંને છેડા પર ઉડાન ભરી રહ્યા છે. જોકે, શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ્ને કોરોના થવાનું જાહેર થયું તે સાથે જ અમેરિકાના આકાશમાં આવા બે પ્લેન ઉડતા જોવા મળ્યા હતા.

જો અમેરિકા પર આ દરમિયાન કોઈ હુમલો થાય છે તો ઈ-6બી મર્ક્યુરી પ્લેન સીધા ઓહિયો-ક્લાસ પરમાણુ બેલાસ્ટિક-મિસાઈલ સબમરીનને આદેશ જારી કરશે. ત્યારબાદ આ સબરમરીન દુશ્મન દેશના સૈન્ય ઠેકાણા કે મહત્વપૂર્ણ શહેરોને નિશાન બનાવીને પરમાણુ મિસાઈલ છોડી શકે છે. જેમાં લોંગ રેન્જ બેલાસ્ટિક મિસાઈલ અને શોર્ટ રેન્જ બેલાસ્ટિક મિસાઈલ બંને હોય છે. આ સબમરીન વિશ્વના અલગ-અલગ ઠેકાણા પર ગુપ્ત રીતે તૈનાત છે.

અમેરિકન ઓપ્ન-સોર્સ ઈન્ટેલિજન્સ ટિમ હોગને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ્ને કોરોના થયો છે તે સમાચાર આવ્યાની બે મિનિટમાં જ બે ઈ-6બી મર્ક્યુરી પ્લેન હવામાં ઉડ્યા હતા. તેમાં પ્લેનને ટ્રેક કરનારા એક સાર્વજનિક સોફ્ટવેરની મદદથી આ વિમાનની જાણકારી મેળવી હતી. આ વિમાનની ઓળખ તેના ટ્રાન્સપોન્ડર્સ દ્વારા કરવામાં આવી હતી.

ટ્રાન્સપોન્ડર દ્વારા કોઈ પણ વિમાનને ટ્રેક કરી શકાય છે તેથી મોટા ભાગે સૈન્ય વિમાન ઉડતી વખતે પોતાને ટ્રેકિંગથી બચાવવા માટે તેને બંધ કરી દે છે. જોકે, અમેરિકાએ ઈ-6બી મર્ક્યુરી વિમાનોના પોતાના ટ્રાન્સપોરન્ડર્સ બંધ કયર્િ નથી. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે તેઓ દુશ્મનોને સીધી ચેતવણી આપી રહ્યા છે કે અમે હવામાં છીએ તેથી કોઈ હુમલાનું સાહત કરશો નહીં.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 4 =

Back to top button
Close