મનોરંજનરાષ્ટ્રીય

91 વર્ષનાં થયાં લતા મંગેશકર, આ કારણે નાની બહેનથી તોડ્યા હતાં સંબંધ

સુર સામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) આજે તેનો 91મો જન્મ દિવસ મનાવી રહી છે. મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં જન્મેલી લતા મંગેશકરે ગીતોની શરૂઆત 40નાં દાયકામાં કરી હતી.

લતા મંગેશ્કરનાં જીવનની કેટલીયે કહાનીઓ છે. તેમાંથી સૌથી પ્રખ્યાત કહાનીછે તેમની અને આશા ભોસલેની.. 14 વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કર્યું. પિતાનાં અસમયે નિધનને કારણે તેમનાં પર જવાબદારીઓનો બોજો આવી ગયો. લતાનાં પરિવારમાં તેઓ સૌથી મોટી દીકરી હતાં તેમણે તેમની જવાબદારી બખૂબી અદા કરી હતી. જ્યારે આશા મોટી થઇ તો લતાએ આ જ જવાબદારી અને ગંભીરતાની આશા તેની પાસે પણ રાખી હતી. પણ નાનપણથી જ આશા અલગ મીજાજની હતી. તેમને કોઇપણ પ્રકારનાં નિયમોમાં બંધાવું પસંદ ન હતું. તેમણે તેમનો રસ્તો અલગ પસદ કર્યો.

16 વર્ષની ઉંમરમાં જ આશાએ ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કરી લીધાં. ગણપતરાવ તે સમયે 31 વર્ષનો હતો. ઘણાં ઓછા લોકો જાણે છે કે, ગણપત રાવ તે સમયે લતા મંગેશ્કરનો સેક્રેટરી હતો.

એક ઇન્ટરવ્યૂમાં આશા જણાવ્યું હતું કે, આશા અને ગણપતનાં સંબંધને લતા મંગેશ્કરની મંજૂરી ન હતી. જે બાદ બંને વચ્ચે ઘણાં સમય સુધી વાતચીત બંધ થઇ ગઇ હતી. જોકે બાદમાં સમય જતાં આશા ભોંસલે માટે લતા મંગેશકરની નારાજગી દૂર થઇ ગઇ હતી. અને તેઓ ફરી એક થઇ ગયા હતાં.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close