KXIP vs SRH: પંજાબની સનરાઇર્સ હૈદરાબાદ સામે 12 રને જીત

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને પરાજય આપી સતત ચોથી જીત મેળવી છે. આ જીત સાથે પંજાબની ટીમ 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે.
કિંગ્ઝ ઈલેવન પંજાબે દુબઈ ખાતે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની IPL 2020ની 43મી મેચમાં હૈદરાબાદને 12 રનથી પરાજય આપ્યો. છે. પંજાબની પ્લેઓફ માટેની આશા હજુ પણ જીવંત છે. પંજાબના 127 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 114 રન જ બનાવી શકી.
બેયરસ્ટો અને વોર્નર વચ્ચે અડધી સદીની ભાગીદારી

પંજાબે આપેલા 127 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને બંન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. વોર્નર અને બેયરસ્ટોએ પાવરપ્લેમાં 52 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો સાતમી ઓવરમાં 56 રનના સ્કોરે ડેવિડ વોર્નર (35)ના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 20 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો.
અર્શદીપસિંહ અને ક્રિસ જોર્ડનની તોફાની બોલિંગ:

પંજાબની બોલિંગની વાત કરીએ તો આજે દરેક બોલરે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. અર્શદીપસિંહ અને ક્રિસ જોર્ડને 3-3 વિકેટ લીધી. જ્યારે શમી, એમ.અશ્વિન અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ ટીમને અપાવી. અર્શદીપસિંહે 3.5 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે જોર્ડને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી. આમ પંજાબે આ મેચ 12 રને જીતી. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આ મેચ બાદ પંજાબ 5માં ક્રમાંકે આવ્યું છે. જ્યારે હૈદરાબાદ 6 નંબરે પટકાયું છે.