ન્યુઝસ્પોર્ટ્સ

KXIP vs RR: રાજસ્થાન રોયલ્સે પંજાબને 7 વિકેટથી આપ્યો પરાજય

જીત સાથે જ રાજસ્થાન રોયલ્સે પ્લે ઓફની પોતાની આશા જીવંત કરી છે.

રાજસ્થાનની આ છઠ્ઠી જીત રહી અને આ 13 મેચોમાં 12 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે. પંજાબની આ સાતમી હાર છે અને 13 મેચો 12 પોઈન્ટ સાથે તે ચોથા સ્થાને છે. પ્લે ઓફ માટે નેટ રન રેટની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાય રહેલી IPL 2020ની 50 મી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં પંજાબે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા હતા. 

રાહુલ અને ગેઈલે તોફાની બેટિંગ કરી હતી. બન્ને વચ્ચે 120 રનની ભાગીદારી થઈ હતી. પૂરન 10 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગેલે 63 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 99 રન ફટકાર્યા હતા. 20 મી ઓવરમાં ગેઈલ 99 રને બોલ્ડ થયો હતો. રાજસ્થાન વતી આર્ચર ને સ્ટોક્સે બે બે વિકેટ લીધી હતી.

ગેલ પુરી કરી ટી-20માં 1000 સિક્સ,
યુનિવર્સ બોસ તરીકે જાણીતા, ક્રિસ ગેઈલે તેની ટી-20 કારકિર્દીમાં ઇનિંગ્સની 19મી ઓવરમાં 7મી સિક્સર ફટકારીને 1000 સિક્સર પૂર્ણ કરી.

સદી ચૂકી ગયો ગેલ
ઇનિંગ્સની અંતિમ ક્ષણોમાં ક્રિસ ગેલ 63 બોલમાં 99 રનની ધમાકેદાર બેટિંગ રમી આઉટ થયો. આ ઇનિંગ્સ દરમિયન ગેલે 6 ચોગ્ગા અને 8 છક્કા માર્યા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close