KXIP vs KKR: કલકત્તાને પંજાબે 8 વિકેટે આપ્યો પરાજય,

કિંગ્સ ઇલેવન પંજાબે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા ઉતરેલી કલકત્તાની ટીમની શરૂઆત નબળી રહી હતી. પરંતુ બાદમાં બાજી સંભાળતા નાઈટ રાઈડર્સ માટે શુભમન ગિલે 45 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 57 રન કર્યા. એ સિવાય ઓઇન મોર્ગને 40 અને લોકી ફર્ગ્યુસને અણનમ 24 રનનું યોગદાન આપ્યું. જેના દમ પર કલકત્તાએ પંજાબને 150 રનનો લક્ષ્ય આપ્યો હતો. કલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટે 149 રન કર્યા. પંજાબ માટે મોહમ્મદ શમીએ 3, રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 2-2, જ્યારે અશ્વિન અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી.
ક્રિસ ગેલ અને મનદીપે અપાવી જીત.

રાહુલ આઉટ થયા બાદ ક્રિસ ગેલ અને મનદીપે ટીમની ઈનિંગને આગળ વધારી હતી. મનદીપ સિંહે 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં મનદીપની પ્રથમ અને આઈપીએલ કરિયરની છઠ્ઠી અડધી સદી છે. તો યુનિવર્સ બોસ ક્રિસ ગેલે માત્ર 25 બોલમાં પાંચ છગ્ગા સાથે આ સીઝનની બીજી અડધી સદી ફટકારી હતી. ક્રિસ ગેલ 29 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 51 રન બનાવી આઉટ થયો હતો. મનદીપ સિંહ અને ગેલે ત્રીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. મનદીપ સિંહ 56 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 66 રન બનાવી અણનમ રહ્યો હતો.