દ્વારકાધીશ જગતમંદિર માં કુંડલા ભોગ ઉત્સવ સતત બે દિવસ ઉજવાયો

આ કુંડલા ભોગ ઉત્સવ દર્શનનો બહારથી આવતા હજારો દર્શનાર્થીઓએ દર્શનનો બોહળી સંખ્યામાં લાભ લીધો.
હાલમાં યાત્રાધામ દ્વારકામાં પાવન પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર માં વારાદાર પુજારી દ્વારા રોજ અલગ-અલગ ઉત્સવ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક ઉજવાયો છે હાલમાં ગઈકાલે સાંજના સમયે ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્યમાં કુંડલા ભોગ મનોરથ ઉજવાયો તેમજ આજરોજ ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્યમાં કુંડલા ભોગ મનોરથ ઉજવાયો પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલતો હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં બોહળી સંખ્યામાં યાત્રિકો આવતા હોય યાત્રિકોએ આ કુંડલા ભોગ મહોત્સવનો ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા અનેરો લાભ મળ્યો હતો.

હાલમાં ચાલી રહેલા અધિક માસમાં આસો વદ એકાદશી તેમજ બારસના દિવસમાં ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્યમાં કુંડલા ઉત્સવ સતત બે દિવસ વાર પુજારી દ્વારા ધામધૂમપૂર્વક ઉજવાયો હતો આ કુંડલા ભોગ ઉત્સવ દર્શનનો લ્હાવો બહારથી પધારતા યાત્રિકોએ ભગવાન દ્વારકાધીશના કુંડલા ભોગ મનોરથ દર્શનનો લાભ લીધો હતો