કોસંબા:ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં ને ખંડીત કરતાં લોકો અસમાજીક તત્વો ની ધરપકડ માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા

કોસંબા :સુરત જિલ્લા ના કોસંબા તરસાડી નગરમાં ડો. આંબેડકર ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં લગાવવામાં આવેલ છે. તાજેતરમાં તા 18-09-2020 ના રોજ મોડી રાત્રે કોઈક અસામાજિક તત્વો એ લોકોમા ઉશ્કેરણી કરી અરાજકતા ફેલાવાના ઈરાદાપુરવક પ્રતિમાં ને ખંડીત કરી બાબા સાહેબ નુ અપમાન કરતા આ ઘટના ની જાણ કોસંબા ના સામાજિક કાર્યકર અને આગેવાન કાંતિલાલ પરમાર ને જાણ થતાં તેમની આગેવાની મા અનુસુચિત જાતિ અને જનજાતિ ના આગેવાનો અને યુવાનો અપમાનજનક કૃત્ય કરનારા ઈસમો વિરૂદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ની લેખિત રજૂઆત કરી હતી. ત્યારે ગામ નુ વાતાવરણ તંગ નહીં બને તેની સરતકતા રાખતા નાયબ પોલીસ અધિક્ષક સી. એમ. જાડેજા એ પોતે હાજર રહી લોકો ને રજૂઆત ને સાભણી કાયદેસર ની કાર્યવાહી કરવાનું આશ્ચાશન આપી મામલો થાળે પાડયો હતો.