ગુજરાત

જાણો, ગુજરાતના 20% થી વધુ બાળકો પ્રાથમિક બાદ ભણવાનું છોડી દે છે..

ગુજરાતમાં પ્રાથમિક અભ્યાસ બાદ ડ્રોપઆઉટ રેશિયો વિદ્યાર્થીનીઓમાં 18% જ્યારે વિદ્યાર્થીઓમાં 21% જેટલો છે.

ગુજરાતમાં ૧૦૦માંથી સરેરાશ ૨૦ કરતાં વધારે બાળકો પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ ભણવાનું જ છોડી દેતાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓના દાખલ થવાનો ‘ગ્રોસ એન્રોલમેન્ટ રેશિયો’ ૨૦૧૫-૧૬ માં ૬૬.૨૭%, ૨૦૧૬-૧૭ માં ૬૮.૦૪%, ૨૦૧૭-૧૮ માં ૭૧.૦૯% હતો. છેલ્લા ૩ વર્ષથી પ્રાથમિક શાળા બાદ અભ્યાસ છોડનારા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.બીજી તરફ ઓડિશામાં સૌથી વધુ ૨૮.૭૦% વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા બાદ અભ્યાસ છોડી  દે છે.

મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળા બાદ ડ્રોપ આઉટ રેશિયો માત્ર ૧૨.૬૦%, રાજસ્થાનમાં ૧૦.૫૦%, મધ્ય પ્રદેશમાં ૨૪.૨૦% છે.ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ધોરણ ૧થી ૫ના વિદ્યાર્થીઓમાં ભણવાનું છોડનારાનું પ્રમાણ ૧.૭% છે. જે વર્ષ ૨૦૧૫-૧૬માં ૦.૮૯% અને વર્ષ ૨૦૧૬-૧૭માં ૧% હતું. આ સ્થિતિએ ગુજરાતમાં ધોરણ ૧થી ૫ બાદ ભણવાનું છોડનારાના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

પ્રાથમિક બાદ કયા રાજ્યોમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો?

આસામ ૩૩.૭૦%

ઓડિશા ૨૮.૩૦%

બિહાર  ૩૨.૦૦%

દાદરાનગર     ૨૫.૧૦%

ત્રિપુરા  ૨૭.૨૦%

પ્રાથમિક બાદ કયા રાજ્યોમાં સૌથી ઓછો ડ્રોપ આઉટ રેશિયો ?

લક્ષદ્વિપ        ૫.૫૦%

હિમાચલ       ૬.૫૦%

જમ્મુ કાશ્મીર   ૩.૪૦%

મણિપુર        ૫.૯૦%

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 7 =

Back to top button
Close