ન્યુઝસ્પોર્ટ્સ

KKR vs RR: કલકત્તાએ રાજસ્થાન ને 60 રનથી આપ્યો પરાજય,

જીત સાથે જ કલકત્તાની પ્લે ઓફમાં ક્વોલિફાય થવાની શક્યતા જીવંત રહી છે. કલકત્તાએ પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 191 રન બનાવ્યા જ્યારે તેના જવાબમાં રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 131 રન બનાવ્યા. અત્યાર સુધી એકમાત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી છે. તો હવે બેંગલોર અને દિલ્હી વચ્ચે આવતીકાલે રમાનારી ટીમમાંથી એક ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. જો લીગની અંતિમ મેચમાં હૈદરાબાદની ટીમ મુંબઈ સામે હારશે તો કોલકત્તાની ટીમને પ્લેઓફની ટિકીટ મળી જશે. બાકી કોલકત્તાએ પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય સમીકરણ પોતાના પક્ષમાં આવે તે જોવું પડશે.  હાલ બેંગલોર, દિલ્હી અને કોલકત્તાના 14-14 પોઈન્ટ છે. પરંતુ બેંગલોરની નેટ રનરેટ -0.145, દિલ્હીની -0.159 તો કોલકત્તાની -0.214 છે. 

મોર્ગને સંભાળી KKR ની ઈનિંગ

કોલકત્તાને 74 રનના સ્કોર પર સુનીલ નરેનના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. નરેન (0)ને તેવતિયાએ આઉટ કર્યો હતો. ટીમનો સ્કોર 94 રન હતો ત્યારે રાહુલ ત્રિપાઠી (39)ને શ્રેયસ ગોપાલે આઉટ કર્યો હતો. ત્રિપાઠીએ 34 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિક પણ શૂન્ય રને તેવતિયાની ઓવરમાં આઉટ થયો હતો. આમ કોલકત્તાએ 99 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close