KKR vs CSK: ધોનીની ટીમની આ ચોથી હાર,

UAEમાં રમાય રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગની 13મી સિઝનની 21મી મેચ અબુ ધાબીમાં કલકત્તા નાઈટરાઈડર્સ અને ચેન્નઈ સુપરકિંગ્ઝ વચ્ચે રમાય. જેમાં કલકત્તાએ પહેલાં બેટિંગ કરતા ચેન્નઈ સામે 168 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈની ટીમમાં વોટસનની અર્ધી સદી છતાં 20 ઓવરમાં 5 વિકેટના નુંકસાન પર 157 રન બનાવી શકી અને ચેન્નઈએ 10 રનોથી હારનો સામનો કરવા પડ્યો.

વોટ્સનની IPLમાં 21મી ફિફટી
શેન વોટ્સને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 40 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. આ તેની લીગમાં 21મી ફિફટી હતી. તે સુનિલ નારાયણની બોલિંગમાં LBW થયો હતો. અગાઉ તેનો સાથી ફાફ ડુ પ્લેસીસ શિવમ માવીની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો. તેણે 10 બોલમાં 3 ફોરની મદદથી 17 રન કર્યા હતા. જ્યારે, અંબાતી રાયુડુ 30 રને નાગરકોટીની બોલિંગમાં લોન્ગ-ઓન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો.
રાયડુ અને વોટસને પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 10 ઓવરમાં 1 વિકેટના નુંકસાન પર 90 રન બનાવી લીધાં. 13મી ઓવરમાં ચેન્નઈને મોટો ઝટકો લાગ્યો. અંબતિ રાયડુએ આ મેચમાં મોટો સ્કોર બનાવવાથી ચુકી ગયા અને 30 રનના સ્કોર પર આઉટ થઈ ગયા. તેમને નાગરકોટીએ પોતાનો શિકાર બનાવ્યો. ચેન્નઈએ 13મી ઓવરના ત્રીજા બોલ પર 2 વિકેટના નુંકસાન પર 10 રન બનાવ્યા જે બાદની ઓવરમાં સુનિલ નરેને વોટસનને આઉટ કર્યો. તેણે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા.