દેવભૂમિ દ્વારકા

દ્વારકામાં સગીરાનું અપહરણ: પરપ્રાંતીય શખ્સ સામે શંકા

દ્વારકામાં રહેતા એક પરિવારની સવા પંદર વર્ષની એક પુત્રીના અપહરણની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ પ્રકરણમાં એક શખ્સ સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ દ્વારકામાં એડવેન્ટ સિનેમા નજીક રહેતા એક પરિવારની પંદર વર્ષ, ચાર માસની સગીર વયની પુત્રી તારીખ 19 સપ્ટેમ્બરના રોજ લાપતા બનતાં પરિવારજનોની તપાસમાં આ સગીરાનું અપહરણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ સગીરાને મધ્યપ્રદેશનો વતની એવો સુરજ નામનો એક શખ્સ લલચાવી- ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઇ ગયો હોવાની આશંકા સગીરાના માતા દ્વારા પોલીસમાં વ્યક્ત કરવામાં આવી છે.
આથી દ્વારકા પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી શકદાર સુરજ સામે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 7 =

Back to top button
Close