
વિશ્વ મહામારી ના કારણે ગુજરાતીઓ અને ગરબા રસીયાઓ આ વખતે નવરાત્રી ની રમઝટને જ્યારે પુર્ણ રીતે નહી માણી શકે ત્યારે ખુશી શાહ અને ધ્રુવીન શાહ એક સુખદ જાહેરાત કરી. તેઓ એ તેમના નવરાત્રી સ્પેશીયલ આલબમની ઘોષણા કરતા આલબમના પ્રથમ ગીત ‘જોરાડી જગદંબા’ નું ટીઝર બહાર પાડ્યુ હતુ. જેને અદભુત પ્રતિસાદ મળેલ જ્યાર બાદ તાજેતરમાં પુર્ણ ગીત બહાર પાડતા લોકોને ખુબ પ્રસન્ન કર્યા છે. ઉપરાંત ભક્તોએ આ સ્તુતિને નિરાશાની આર પાર જાણે આશાની કિરણ હોય તેવી ઉપમા આપી છે.
નવકાર પ્રોડક્શન્સ અને એ ટ્રી એંટરટેનમેંટ દ્વારા સૌની આત્માને સ્પર્શે તેવુ તેમના નવરાત્રી 2020 ના આલ્બમનુંં પ્રથમ ગીત “જોરાડી જગદંબા” હાલમાં રીલીઝ કરવામાં આવ્યું છે. આ ભક્તિપૂર્ણ સ્તુતિને પ્રતિભાશાળી ગાયક રાગ મહેતા એ તેઓનો કંઠ આપેલ છે તેમજ આના વીડીયોમાં પ્રસિધ્ધ કલાકારો ખુશી શાહ અને ધ્રુવીન શાહ ખુબ જ ભક્તિમય અવતારમાં જોવા મળે છે. આ મધુર સ્તુતિ બ્રહ્માંડની માતા માઁ જગદંબાને અર્પણ છે.
નવરાત્રી જ્યારે ગણતરી ના દિવસોમાં છે ત્યારે આ આરતી ઘરે ઘરે ભક્તો સાંભળશે તેવી ખાતરી આ ગીત બનાવનારાઓ તેમજ સાંભળનારાઓ આપે છે. ધ્રુવલ પટેલનું સુંદર દિગ્દર્શન, ઝલક પંડ્યાનું મધુર સંગીત અને ઘનશ્યામ કવીના હ્રિદયસ્પર્શી શબ્દો આ સ્તુતિને ભવ્યતા પુર્વક દિવ્ય સ્વરૂપ આપે છે. ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જીગર મુલાની, ડી.ઓ.પી. ધ્રુવાલ પટેલ અને વૈભવ વ્યાસ, સહયોગી નિર્માતા ધ્રુમિલ સોની તેમજ અન્ય તમામ ના પ્રયાસોને ન્યાયપુર્વક પ્રતિસાદ મળ્યો છે. આ ગીતનું શૂટિંગ ૫૫૮ વર્ષ જુની ઐતિહાસિક ધરોહર સ્થળ હઠિસિંગ હવેલી પર કરવામાં આવ્યું છે. આ સ્થળ ગીતમાં એક અલગ ભક્તિભાવ અને સાંસ્કૃતિક સારને ઉમેરે છે.
લોકોએ આ ગીતને ખુબ પ્રેમથી વધાવ્યુ છે ત્યારે આ જ આલબમના બીજા ગીતનું ટિઝર, ‘આવી નવરાત્રી’ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે, જે એક ઉત્સાહપૂર્ણ ગરબો છે. આ ગીત નવરાત્રી રસીયાઓ માટે એક ભેટ સ્વરૂપ હશે તેવી લોકોને આશા છે.