મનોરંજન
જયલલિતાના રોલમાં જોવા મળશે કંગના રનૌત

‘થલાઈવી’ના સેટ પરની તસવીરો શેર કરી
કંગનાએ હાલમાં જ હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’નું એક શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાના જીવન ની બિયોપીક છે. કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું.


કંગના શેર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, ‘જયા માના આશીર્વાદને કારણે ‘થલાઈવી’નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એક્શન અને કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.