ગુજરાતન્યુઝ

કાલોલ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this.

દેશમાં ચાલતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વની પ્રાચીન એવી ભારતીય વૈદિક સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવનાથી હિંદુ પરંપરાની ગરિમા અને સમરસતાની અખંડ ભાવનાએ ભારત માતાના સૌ સંતાનો એક છે અને સૌ પરસ્પર સ્નેહ અને આત્મીયતાના સંબંધોએ દેશની એકતા મજબૂત બને એવા અભિગમ સાથે કાલોલના વિશ્વ હિન્દુ પરિષદના પરિવાર દ્વારા કાતોલ ગામના હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સમરસતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞમાં ગાયત્રી પરિવારના માર્ગદર્શન હેઠળ કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સામાજિક કાર્યકર સતિષભાઈ શાહ, કાતોલ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સાથે વિશ્વ હિન્દુ પરિષદના શંભુભાઈ શુક્લ, વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે સૌએ યજ્ઞ વેદી પર સામાજિક સમરસતા અને સદભાવનાથી દેશ અને નાગરિકોની પ્રગતિ થાય તેવી આહુતિઓ અર્પણ કરી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − three =

Back to top button
Close