જુનાગઢ: પ્રસિદ્ધ ભવનાથનો મેળો કોરોનાના કારણે નહી થાય આયોજન..

જુનાગઢમાં યોજાતો પ્રસિદ્ધ ભવનાથનો મેળો આ વર્ષે નહી યોજાય. ભવનાથ તળેટી ખાતે યોજાતા આ પ્રસિદ્ધ ભવનાથના મેળો લાખો શ્રદ્ધળુંઓનું આસ્થાનું કેન્દ્ર છે. અને મોટી સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે. ત્યારે કોરોનાની સ્થિતિને જોતા આ વર્ષે ભવનાથનો મેળો નહી થાય.
આ પણ જાણો.
ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધુણી ધખાવીને બેસી જાય છે. આ મેળાનુ મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરધસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજુ કરે છે. ગયા વર્ષે તો એક સાધુએ પોતાની ઈન્દ્રી વડે પોલીસની જીપને ખેંચી હતી. ભોલેનાથ ના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો આજથી વાજતે-ગાજતે શરૂ થશે.
આ મેળામાં સૌ પ્રથમ મંદિરમાં પૂજન અર્ચન કર્યા પછી મંદીરમાં ધ્વજનુ રોહણ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજાવિધિ મંદિરના મહંત રમેશગીરીબાપુના હાથે મંત્રોચ્ચાર સાથે થાય છે. એવુ જાણવા મળ્યુ છે કે આ મેળામાં ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. ગોપાલાનંદજી અને અંબાજી મહંત પુ તનસુખગીરીબાપુ, મહામંડલેશ્વર પુ. ભારતીબાપુ, શ્રી શેરનાથબાપુ જેવા સાધુ સંતો ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકાર આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, ભવનાથના મેળા માટે જૂનાગઢના વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે હાલ સરકારના નિર્ણય બાદ મેળાનું આયોજન થવાનું નથી. મહત્વપૂર્ણ છે કે ભવનાથના મેળામાં પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુંઓ આવે છે અને આ વર્ષે કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે મેળાનું આયોજન નહી થાય.