ગુજરાત

જૂનાગઢ સકકરબાગમાં હવે પ્રતિ દિન 1000 મુલાકાતીઓનો પ્રવેશ

ભૂલકાઓ અને સીનીયર સિટીઝનોને પણ પ્રવેશની છુટ

દિવાળીના હરવા ફરવાના દિવસોમાં પ્રવાસીઓ માટે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માટે રાહતના સમાચાર મુજબ હવે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે સિફ્ટ માં એક દિવસમાં 1000 પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે.

૧ સપ્ટેમ્બરથી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પ્રતિદીન ૫૦૦ મુલાકાતીઓને પરવાનગી આપવામાં આવતી હતી. ઓક્ટોબર મહિનામાં મુલાકાતીઓના પ્રતિસાદને ધ્યાને લઇને હવે અનલોક-૫ ની નવી ગાઇડ લાઇન મુજબ મુલાકાતીઓની સંખ્યા ૫૦૦ પ્રતિદિનના બદલે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી બે-બે કલાકની શીફ્ટમાં 500 500 ની સંખ્યામાં વધારો કરાયો છે.

આ ઉપરાંત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આવનારા સમયમાં સરકારની વખતો વખતની નવી ગાઇડલાઇન મુજબ મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ઉપરાંત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો મૂળ ઉદેશ નાના બાળકો તથા મુલાકાતીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતતા લાવવાનો હોય છે. સરકારની નવી અનલોક ૫ ની નવી ગાઇડ લાઇન મુજબ ૧૦ વર્ષ થી નાના બાળકો અને ૬૫ વર્ષ થી વધુના સીનીયર સીટીઝનોને પણ પ્રવેશ આપવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 4 =

Back to top button
Close