જોન્સન કંપની પર 20 હજારથી વધારે કેસ,સમાધાન કરવા માટે 10 કરોડ ડૉલર ચૂકવશે..

અમેરિકી કંપની જોન્સન એન્ડ જોન્સન પર તેના પાઉડરથી કેન્સર થાય છે. એવા 20 હજારથી વધારે કેસ ચાલે છે. એ પૈકી લગભગ 1 હજાર કેસમાં સમાધાન પેટે કંપની કુલ 10 કરોડ ડૉલરની રકમ ચૂકવવા તૈયાર છે. ભૂતકાળમાં પણ કંપનીએ આવા કેસમાં કરોડો-અબજો ડૉલરનું વળતર ચૂકવ્યું છે. જોન્સન એન્જ જોન્સન જગતની સૌથી મોટી હેલ્થકેર પ્રોડક્ટ કંપની છે.

40 વર્ષ સુધી કંપનીએ ગ્રાહકો સાથે આ પ્રકારે દગો કર્યો. એ પછી કંપની સામે આવા અનેક કેસો થવા લાગ્યા છે. જો બધા કેસોનું કોર્ટ બહાર સમાધાન કરે તો કંપનીએ 10 અબજ ડૉલર જેવી રકમ ચૂકવવાની થાય. છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદમાં આવી છે. કંપની પર હજારો કેસ ચાલે છે અને મોટા ભાગના કેસમાં કંપનીની હાર થાય એવી પૂરી શક્યતા છે. એ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીએ સામુહિક સમાધાનનો ઉપાય અજામાવ્યો છે.

અમેરિકામાં આ કંપની વિરૂદ્ધ તપાસ થઈ છે અને તેના પાઉડરમાં હાનિકારક તત્ત્વો જણાઈ આવ્યા છે. એ પછી કંપનીએ અમેરિકા અને કેનેડામાં પાઉડરમાં વપરાતા મટિરિયિલમાં પણ ફેરફાર કરી નાખ્યો છે.