
ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં દિવસેને દિવસે કન્ટેન્ટમાં ઘણાં ફેરફારો જોવા મળી રહ્યા છે. દરેક મેકર્સ નવું કન્ટેન્ટ પીરસવા માટે હવે કંઈકને કંઈક અલગ કરી રહ્યાં છે. શોર્ટ ફિલ્મ તો ઘણી બનતી હોય છે પરંતુ અલગ પ્રકારની શોર્ટ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછી બને છે.
આપણી આસપાસ એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જેમાંથી આપડે વાર્તાનો સાર લઈ શકીએ છીએ. અને તેમના પર એક સારું કન્ટેન્ટ બનાવી શકીએ છીએ. આ એવી જ એક વાર્તા “સમજણ” છે. અને જે દરેક લોકોને ઘણું બધું સમજાવી રહી છે.
આકાશ ઝાલાની એક શોર્ટ ફિલ્મ સમજણ હાલમાં જ રિલીઝ થઈ. આ શોર્ટ ફિલ્મમાં સમજણ વિશેની વાત કરવામાં આવી છે. સમજણ શુ છે? અને લાવવા માટે શું જરૂરી છે તેમની વાત કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મમાં સામાન્ય પરિવારની એક વાર્તા દેખાડવામાં આવી છે. જ્યારે વાર્તાની રજૂઆત ખૂબ અસરકારક છે. આ શોર્ટ ફિલ્મમાં કૃપા પંડ્યા અને રિષભ ઠાકોર પણ જોવા મળશે. આ ઉપરાંત આ શોર્ટ ફિલ્મને દિગ્વિજય ગઢવી દ્વારા લખવામાં આવી છે. અને પ્રદીપ વાઘેલા એ ડિરેક્ટ કરી છે. જ્યારે હર્ષ સુનિલ ત્રિવેદી દ્વારા સરસ મજાનું મ્યુઝિક આપવામાં આવ્યું છે અને જય વ્યાસ અને મંથન મહેતા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
મંથન મહેતા અને M સ્કવેર ફિલ્મસની ટિમ ટૂંક સમયમાં જ પોતાની વેબસિરિઝ પણ લાવી રહ્યાં છે.