અધિકમાસ દરમિયાન દ્વારકાધીશ મંદિર માં જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવાશે :

જન્માષ્ટમી એ ત્રૈલોક્ય સુંદર જગત મંદિર માં ઉજવાતો ભગવાન નો જન્મોત્સવ છે. અને કહેવાય કે દ્વારકા માં જન્માષ્ટમી નો મહામહોત્સવ એ બાલભાવ થી નહી પરંતુ રાજાધિરાજ ના ભાવ થી આ મહોત્સવ એ ઉજવવા માં આવે છે અને રાત્રી ના વિશેષરૂપે મહાઆરતી કરી ને ઉજવાય છે શ્રીજી ને સવાર ના ક્રમ માં મંગલા આરતી થયા બાદ ખુલ્લા પડદે સ્નાન કરાવવા માં આવે છે અને જન્માષ્ટમી ના દિને વિશેષ શ્રૃંગાર પણ ધારણ કરાવાય છે. અને રાત્રી ના મહાભોગ અર્પણ કરીને ત્યારબાદ જ જન્મોત્સવ ની આરતી કરવા માં આવતી હોય છે.

જન્માષ્ટમી ના દ્વારકાધિશજી ને પંચામૃત અભિષેક માં રાજોપચારી પુજા દ્વારા વિવિધ પ્રકાર ના દ્વવ્યો દ્વારા અને પંચામૃત દ્વારા અભિષેક કરાવવા માં આવે શ્રીજી ને શ્રૃંગાર માં જન્માષ્ટમી ના દિને ચાકદાર વસ્ત્ર અને કુલ્હેમુકુટ ના શ્રૃંગાર ધારણ કરાવવા માં આવે અને આખા દિવસ દરમ્યાન શ્રીજી ને કેશરી રંગ ના બન્ને ક્રમ દરમ્યાન વસ્ત્રો એ અંગીકાર કરાવવા માં આવે છે જેમના દર્શન નુ સવિશેષ મહત્વ હોય છે