જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાલાવડમાં હુમલાની ઘટના ને વખોડાય

સંઘના અગ્રણી પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી પગલાં લેવા માંગણી કરાઈ
વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા તથા શહેર દ્વારા કાલાવડ માં વરિષ્ઠ તથા અગ્રણિય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભાનુભાઇ પટેલ ( ભાનું અદા ) ઉપર થયેલ હુમલાની ઘટના ને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર દ્વારા કલેકટર ના માધ્યમ થી ગૃહપ્રધાન ને સંબંધી ને આવેદન પત્ર આપેલ જેમાં વિધર્મી દ્વારા જે હુમલો કરવામાં આવેલ છે તેઓ ની ધરપકડ કરી અને તેઓને પાસા હેઠળ અટકાયતી ગુનો નોંધવા તેમજ ભવિષ્ય માં રાષ્ટ્ર વિચારધારા તથા હિન્દુ વિચારધારા ઉપર આવા હુમલા થશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજંગદળ વળતર જવાબ આપવા તૈયાર થશે .
આવેદન પત્ર સૌરાષ્ટ પ્રાંત ધર્માચાર્ય પ્રવિણસિંહ કંચવા , સૌરાષ્ટ પ્રાંત બજરંગ દળ પ્રમુખ રવિરાજસિંહ જાડેજા , જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલિયા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, સમરસતા પ્રમુખ જીવરાજભાઈ કબીરા, સહ મંત્રી જીતુભાઈ ગાલા, શહેર મંત્રી સુબ્રમણ્યમ ભાઈ પિલ્લે, શહેર સુરક્ષા સંયોજક દિલીપસિંહ ચૌહાણ, શહેર સેવા વિભાગ ના રાણાભાઇ તથા સિધ્ધનાથ પ્રખન્ડ ના મંત્રી કિરાંગીરી ગોસ્વામી તથા વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા